admin Kavita/ Poems of Girish Makwana 2025-02-24 01:54:26 131
ટેવાઈ જાશે એકલા, તારા વગર,
સૂના ઝરુખા આંખના, તારા વગર,
હોવું ન તારૂ એમ તો ડંખી જશે, ને ઉતરશે ઝેર ના, તારા વગર
મોરના ટહુકાઓ. ઉઝરડયા કરે, યાદના આકાશને , તારા વગર,
તારા બનીને તગતગે છે આંસુઓ, ક્યાં લગાઉ ઝુલ્ફ્માં, તારા વગર.
સંગાથ લીલો એમ સૂકાતો જશે, વાટમાં તરસ્યે રહી, તારા વગર.
No comments found.