અભિવ્યક્તિ

admin     Kavita/ Poems of Girish Makwana    2025-02-26 00:37:56    110


તમે મોગરો ભયૉ ભયૉ થઇ મ્હેંક્યા ખેતર શેઢે,

સૂના ઝરુખા આંખના, તારા વગર,

હોવું ન તારૂ એમ તો ડંખી જશે, ને ઉતરશે ઝેર ના, તારા વગર

મોરના ટહુકાઓ. ઉઝરડયા કરે, યાદના આકાશને , તારા વગર,

તારા બનીને તગતગે છે આંસુઓ, ક્યાં લગાઉ ઝુલ્ફ્માં, તારા વગર.

સંગાથ લીલો એમ સૂકાતો જશે, વાટમાં તરસ્યે રહી, તારા વગર.