ગાંધીનગર

admin     Kavita/ Poems of Girish Makwana    2025-06-10 01:08:27    58


આમ છે પહોળે પને ગાંધીનગર,

તોય તે ભિંસ્યા કરે ગાંધીનગર.

અહીંયા સરકારી બધા ચહેરા મળે,

સાઇક્લોસ્ટાઈલ્ડ આ ગાંધીનગર.

ફાઇલોની ટેગમાં પ્રોયા કરે,

જિંદગીને પંચ દઈ ગાંધીનગર છે.

બધા સંબંધ અહીંયા ફોર્મલ,

શ્વાસ લે જી.આર.માં ગાંધીનગર.

હાથ જોશીને નથી દેખાડવો,

માત્ર રેખા એક છે ગાંધીનગર.