admin Kavita/ Poems of Girish Makwana 2025-06-10 04:09:11 10
ટેવાઈ જાશે એકલા, તારા વગર,
સૂના ઝરુખા આંખના, તારા વગર.
હોવું ન તારું, એમ તો ડંખી જશે,
ને ઉતરશે ઝેર ના, તારા વગર.
મોરના ટહુકાઓ ઉઝરડયા કરે,
યાદના આકાશને, તારા વગર.
તારા બનીને તગતગે છે આંસુઓ,
ક્યાં લગાઉ ઝુલ્ફમાં, તારા વગર?
સંગાથ લીલો, એમ સૂકાતો જશે,
વાટમાં તરસ્યો રહી, તારા વગર."
No comments found.