ગઝલ

admin     Ghazal/ Ghazal    2025-06-17 00:46:58    66


શક્યતા વિચારવી — હોવા વિશે,

દર્પણોમાં કોઈને જોવા વિશે.

મઘમઘે છે કોઈનું અડવું હજી,

બેચેન ડાળી ફૂલને ખોવા વિશે.

દૃશ્યનાં ભૂરાં કમળ ઊગ્યા કરે,

આંખ અફસોસે નજર ખોવા વિશે.