admin Ghazal/ Ghazal 2025-06-17 01:39:29 47
હૂં તો સુક્કી ગાર શો ઓડણ ,
તુ પાણીની ધાર શી ઓડણ .
કુબે ચાર ભીંત્યુની વચમાં ,
ભરડે જાય સુનાપો ઓડણ
.તે ચિતરેલી ઓક્ળીયું યે,
રૈ,રૈ ને હિબકાતી ઓડણ .
ગોરમટીની પીળી મ્હેંક્યું ,
અંગઅગમાં ડસતી ઓડણ.
અમથું અમથું આજ અમુને,
મનમાં ઓછું આવે ઓડણ .
બેઉ હાથની રેખાયુંમાં,
જુદાપાના જંગલ ઓડણ .
No comments found.