જીર્ણ ખંડેરમાં સ્વપ્ન્નના પગલાં

admin     Kavita/ Poems of Girish Makwana    2025-08-23 02:56:26    25


જીર્ણ ખંડેરો, બખોલોમાં બટકતો ધળસ ભટકે,

આંધવો નિશ્વાસ છટકીને પણ છ માંથી લટકતા કાળને નાભિ રહેંસે.

અંધ આંખોમાં સળગતાં સ્વપ્ન્નનાં પગલાં,

દધિચિની પીડા ઊવડી છે આખા અંગમાં.

સૂરજ નિચોવાયો હિલોળે દેહમાં,

દરિયા ચૂસાતી નાડીઓ બેવડ વળી, આકાશ કણસાતું રહે.

ભિંસાઈને રહેરા-ચિપાતા જાય છે, ભિંતો-ઉપર ખિલતું રહે,

એકાંત ખરબચડું તુરૂ તાંડવ મરચાં છે,

મૌનનાં તુટી રહેલા સેતુઓના એક છે.

રામ છે બેબાકળા.