પીત મેઘનાં વારી

admin     Kavita/ Poems of Girish Makwana    2025-06-11 01:47:31    171


આવે કોઈ અનેરો સાદ,

પ્રીત મધુરી કથની કહેતો — વેણુકેરો નાદ... આવે.


વેણુરવમાં છુપીછૂપી કોણ, પિરસે પ્રીત પ્રસાદ?

ઉર મીઠો મહેરામણ ઘૂઘવે, સુણી વેણુ નાદ... આવે.


જાગે ઉર સ્પંદન રઢિયાળાં, મહેકી ઉઠે યાદ,

સૂણી સમીર લેએ રે નર્તન્તો, વેણુકેરો નાદ... આવે.


ઉર ઝુલે ઉર્મિ હિંડોળે, નર્તન કરતા પાદ,

પ્રીત-સુધા છલકે સુર-સુરમાં — લાગ્યો વેણુ નાદ... આવે."