ગઝલ

admin     Ghazal/ Ghazal    2025-06-11 02:18:17    166


આગમનમાં હોઠ બે પાવો બજાવશે,

આંસુનાં તોરણે હૃદય-આંખો સજાવશે.

એવીય ઘડીયો આવીને આ જિંદગાનીમાં,

ખુશીઓની સાથે દર્દનું મિશ્રણ બનાવશે.

ડંખી ગયેલું મૌન પાષાણોને ઊતર્યે,

આરસના મોર કંઠમાં ટહુકા સજાવશે.

એકાંત સભર થઈ જશે યાદોના માંડવે,

અવસર ભીના સંબંધના આંખો મનાવશે.

ફેલાશે એની ઝુલ્ફો અંધાર ચોતરફ,

મ્હેંકીને ઘડી-બે ઘડી વર્ષો સતાવશે.