આ દિવાળી

admin     Kavita/ Poems of Girish Makwana    2025-06-10 22:36:13    171


આ દિવાળી આવી પાછી, રુમઝુમ કરતી

તોય મળે ના લોકહૃદયમાં ઉછળતો ઉત્સાહ અને રસમસ્તી!

આ દિવાળી... ક્યાંક દિવાળી!

આમ જુઓ તો હાસ્ય ફુવારા, તેમ જુઓ તો આંસુધારા...

બેની વચ્ચે આજ રઝળતી થઈ ગઈ જીવન-કસ્તી!

ઉર સૂનાં છે! જખમ પડયા છે!

તોય, જરા સ્મિતનો શરબત પી —

ખુમારથી બે હોઠે હસે છે!

ઉરમાં તો સો, સો સાગરની ભરતી છે — ધસમસતી!