admin Stories/ Short Stories 2025-06-11 03:24:31 158
મેડીએ દીવા બળે-ની વારતા ,
કૈં ક પડછાયા ફરે-ની વારતા.
શબ્દનાં ઝુમ્મર બધાં તૂટી ગયાં ,
માત્ર પડઘા હીબકે --ની વારતા.
ખુલ્લી તરવારે હજી પહોરે ભરે,
પહોરે આઠે રક્ષકોની વારતા.
રેશમી શૈયા ઉપર ખેલ્યા કરે,
નૃપ--રાણી સોગઠાં-ની વારતા.
ચોરે--ચૌટે--વાટમાં ઊગ્યા કરે,
કોઈ ધડ --માથા વગર-ની વારતા."
No comments found.