આંખોમાં છુપાયેલું નગર

admin     Kavita/ Poems of Girish Makwana    2025-08-23 02:58:59    28


આખ્ખું નગર આંખોમાં ગોપવીને સૂતો છું.

સમયમાં ઓગળીને, ધરૂ થઈ ગયેલા યાદોના પથ્થર કોણ ફોડી રહ્યું છે, મધરાતે?

પ્રત્યેક આંસુમાં તુટી રહેલા તાજમહેલ હિબકાં ભરે છે.

વિતેલી યાદોના ધ્વંસ્ત થઈ ગયેલા નગરનું ઉત્કણન થઈ રહ્યું છે.