કિનારાની આસપાસ

admin     Kavita/ Poems of Girish Makwana    2025-08-23 03:05:23    38


પગલાં બધાં ય આજ કિનારાની આસપાસ

વિવશ ભમ્યા કરે છે જનારાની આસપાસ.

ઊગી રહી છે સાંજ જુદાઈની ડાળપર,

સૂરજ ડૂબાવી દઈને કિનારાની આસપાસ.

સંબંધના યે અર્થ અહીં ઓગળી ગયા

અને ઝૂરી રહ્યા છે શબ્દ જનારાની આસપાસ,

પગથાર હવે ગાશે રોજ એમની ગઝલ,

ડૂબ્યા જે આંહી ક્યાંક કિનારાની આસપાસ.