admin Kavita/ Poems of Girish Makwana 2025-08-23 03:11:43 37
હું કાંઈપણ સ્પંદન અનુભવતો નથી.
(પાષાણ પણ અથડાઈને કોઈ ચીજથી ખણકી ઊઠે)
પેલું ઝૂકેલું આભ મારી આંખમાં ઊતયું નથી.
(આમ તો હું કેટલાં સપનાં એના રંગથી ચિતરતો હોઉં છું આંખમાં મધરાતરો)
ને ઋતુઓ પણ તાયકાં લાગે મને
આ મોગરાના ફૂલથી —
(ડિસ્પેચ થાતી પોષ્ટની માફક અરે! ઊડી જતી સુવાસભર મારી વ્યથા!)
No comments found.