admin Kavita/ Poems of Girish Makwana 2025-08-24 23:52:17 35
લીલાછમ થોરની વાડ, છોલાઈને આવતી હવા.
નાસિકા રંધ્રમાં તરે છે મરેલી કીડીની ગંધ,
હવાને સપડાવવા જાળ રચીને રાહ જોતો કરોળીયો.
મારા લીલાછમ અવસરનું લોહી પી તગડો થયેલો સમય
સૂકાઈને થંડિયું થઈ જશે — માસ મૃત્યુ બાદ.
No comments found.