admin Ghazal/ Ghazal 2025-06-17 01:53:03 113
શક્યતાઓ ચાહવાની ક્યાં હતી?
જીવવા ખાતર કરેલું છળ હતું.
અંત સુધી બુલબુલે ગાયા કર્યું,
ફુલના લેબાશમાં કાગળ હતુ.
રિકત થૈં આકાશ કણસ્યું કેટલું ?
ક્યાં દિલાસો આપવા વાદળ હતું?
મેં સતત પીધા કર્યું તારૂ સ્મરણ ,
મ્હોરેલ રિક્તતાઓનું મૃગજળ હતું .
No comments found.