કરફ્યુ

admin     Kavita/ Poems of Girish Makwana    2025-07-26 01:04:45    70


કરફ્યુથી સુમસામ નગરમાં અશ્રુવાયુ હરેફરે છે.

બુલેટોના રાતા ટહુકા રહી રહીને ડસ્યા કરે છે.

રસ્તાના ખાલીપામાં કોરા ચહેરા ઊગ્યા કરે છે.

રવેશ, ચાવી, શેરી, ફળિયું — બધું બંધ બારણે છવાઈ ગયું છે.

બ્લેકઆઉટની બુકાનીમાં થોડીક હાથલીઓ ફફડી ઊઠે છે.