ટોળું

admin     Kavita/ Poems of Girish Makwana    2025-07-26 02:30:36    89


સડકને કિનારે ઊગી જાય ટોળું,

સડકની વચાળે ઊગી જાય ટોળું.

અફવાનું કારણ મળ્યું ના મળ્યું કે,

ગરમ લ્હાય થઈને ધસી જાય ટોળું.

અહીં શબ્દ ને અર્થના મેળ વિના,

બની જાય ઘાતકી આખું ટોળું.

વિચાર કે લાગણી ના મળે કૈં,

હણે માણસોને જ માણસનું ટોળું.