admin Kavita/ Poems of Girish Makwana 2025-08-06 04:29:07 65
સદીઓથી પીડાયેલ જનતાની કહાની છે,
મુશીબતમાં લડે એવી જવાની છે.
હ્રદય ઉકળે છતાંયે ચૂપ બેઠી છે,
માનીને હજી મીઠી નજર તારી જવાની છે!
સિતમના કોરડા તું ક્યાં સુધી વિંઝીશ?
ઊભી થશે તો સલ્તનત તારી જવાની છે.
તોય, જરા સ્મિતનો શરબત પી —
તોય તું અકડ રહીશ તો એટલું નક્કી જ છે,
મૂછ તારી એક દિવસ લડકી જવાની છે!
બંધ કર તું ખેલવાની ખુનથી હોળી,
ફેંકાઈ જઈશ તું ક્યાંય — આ મોસમ હવાની છે.
તાકાતનો તુજ ગર્વ છે શા કામનો?
પર્વતોને કોરતી કરવત હવાની છે!
વામણો તું વિરાટની ઝાંખી નથી તને,
રમત તોફાન પહેલાં આ હવાની છે!
રક્ત પીવાની નૃસંશ છે લાલસા તારી,
અટકી જા નહિ તો રક્તની નદીઓ થવાની છે!
ઝખ્મને તું ખોતરે રાખીશ ના જાલિમ,
સહનશક્તિ હવે નહિ તો જવાની છે.
બુદૂબુદૂ પાણીનાં જરા ઊભરી મટી જશે,
વિરાટની ભરતી કદી થાકી જવાની છે?
No comments found.