admin Kavita/ Poems of Girish Makwana 2025-08-12 04:10:36 56
માત્ર નંબર યાદ છે — ઘર ક્યાં ગયું?
આ ઈંટ-રોડાંનો નર્યો ભંગાર છે — ઘર ક્યાં ગયું?
તંબુ તો તંબુ જ છે — કહેવાય ઘર?
હિબકાં લેતી હવા પૂછી રહી — ઘર ક્યાં ગયું?
ગઈ કાલે તો કિલ્લોલતું હસતું હતું, આજે તંબુ થઈ ગયું — ઘર ક્યાં ગયું?
લાશને પણ ઘરની છાંયો તો મળ્યો, કબર જેવું થયું — પૂછો નહીં, ઘર ક્યાં ગયું?
No comments found.