શમણાંની યાદ અને ખાલીપો

admin     Kavita/ Poems of Girish Makwana    2025-08-13 02:24:05    44


શમણાંનો ખેફ પીને આંખો વેઘુરણને અડક્યા — નો ફેફ હજી બાકી.

સમજણનું ફૂલ શમણાંમાં મ્હાર્યું કે, શરમાવા ત્યારથી હું લાવી.

કાલ સુધી એકલી હું રમતી ફળીમાં — તોય એકલું લગીર નથી લાગ્યું.

ભરચક્ક ફળીમાં આજ કોના વિનારે સખી! પથ્થર જેવું તે મને વાગ્યું.

માણેલા શમણાના મોગરાની મ્હેંક સખી! કમખામાં ગૂંથવા હું લાગી.

આવી બેઠા છે શ્યામ બહાર — એમ લાગતાં પાણી લેવાને પૂગી માટલે.

આવી ને બહાર ધર્યો પ્યાલો — તો હાય સખી! ખાલીપો આળોટે ખાટલે.

એની તે રીસ રૂંવે રૂંવે ચઢી — કે મેં તો શમણા વિનાની ઊંધ માંગી.