નયન બે ઘડી ઘડી છલકાય

admin     Kavita/ Poems of Girish Makwana    2025-08-13 03:52:18    46


નયન બે ઘડી ઘડી છલકાય, હ્રદય હિલોળે, સાગર તટ પર મોતીડાં ઊભરાય.

તરસત પિય દર્શનને કારણે, ક્યાં રોકાયા શ્યામ અકારણ?

સમીર પણ પગલાં સાંભળવા, ઘડી ઘડી રોકાય...

મધુર મધુર નાં બંસી બાજે, સાથનાં ઘન ગંભીર ગાજે.

મયૂર ગહેકે વગડે, ટહુકા માર્ગમાં પથરાય...