admin Kavita/ Poems of Girish Makwana 2025-08-14 04:26:32 44
તારા વ્હાલને કઈ રીતે વર્ણવું? શબ્દોેય ટાંચા પડે છે.
મા! તારું હૃદય તો રત્નાકર સમાન, કેટકેટલાં મોતી મેં વીણ્યા છે મમતાનાં!
મા! તારા વ્હાલપની એકેય વાદળી વરસ્યા વગર રહી નથી. મન ભરીને ન્હાયો છું એ વરસાદમાં.
હજીય તારા હેતાળ હાથ હવાની જેમ વીંઝણો ઢોળતા હોય એમ અનુભવું છું.
મા! તારી અમિયલ આંખમાંથી પીધેલા અમરતના ઓડકાર આજે ય હૃદયમાં મઘમધે છે.
તારો તો ગુસ્સોય ગમી જાય એવો! રોજના રોટલામાં મીઠાશ વધારી દેતો.
તારું મનનું મીઠાશ તો સાકરને પણ દુર્લભ!
માં! સંસારની વિટંબણાઓ વચ્ચે પણ તારું વ્હાલ ક્યારેય ભૂલાયું નથી.
તારાં ખોળામાં વાર્તાઓ સાંભળતાં માણેલી મીઠાશ આજે તો સંભારણા રૂપે અંતરના આલ્બમમાં સાચવી રાખી છે.
No comments found.