દરિયાની મઝધાર

admin     Kavita/ Poems of Girish Makwana    2025-08-18 20:05:54    47


છલકે હથેળીમાં એક દરિયો, અને હોવાની ચારે તરફ એક દરિયો.

મૂક્યાં કે ન મૂક્યાં જ્યાં કિનારે ચરણ, કિનારે જ મઝધાર બની જાય દરિયો.

હતાં શિપલાં તે કિનારે વિખેરી, અને મોતી બધાં એ ચરી જાય દરિયો.

હતી શક્યતાઓ બધી ખારી થઈ ગઈ, આ નદીઓય આખરે બની જાય દરિયો.