અભાવના રણમાં

admin     Kavita/ Poems of Girish Makwana    2025-08-18 21:05:09    44


લાકડાની ઘોડીથી તરવા મથું છું મારા આયખાનું બળબળતું રણ.

સવરે જુવાન મને પજવે છે, મારવામાં ભાંભરતી તરસુંનું રણ.

પચ્ચીમો ચૈતર આ ખરશે, ગુલમ્હોરથી ને ટહુકાશે પીળો અંભાવ.

સવરે અબોર મારાં ટેરવાંએ, તલખે છે અડક્યાનો સૂનો અભાવ.

આવશેની પૂનમ ઓગળતી જાય, હવે ચંદરમાં આભલાનો પણ અભાવ.

આંખોમાં આંજેલા શમણાંનો રંગ, સખી, ઉપટતો જાય હવે રોજ.

હોવાની જર્જર હવેલીમાં પડઘાતો, ઝાઝેરૂ જીવ્યાનો બોજ.