ઓડણના પડછાયા

admin     Kavita/ Poems of Girish Makwana    2025-08-18 21:20:14    45


હું તો સુક્કી ગારશો ઓઢણ, તું પાણીની ધારા જેવી ઓઢણ.

ઘૂંટાઈ ચાર ભીંતોની વચ્ચે ભરડાઈ જાય સૂનાપો, ઓઢણ.

તું ચિતરેલી ઓકળિયું, રૈણભર હિબકાતી ઓઢણ.

ગોરમાટી ની પીળી મહેક અંગેઅંગે ડંસતી ઓઢણ.

અમથું અમથું આજે અમને મનમાં ઓછી આવે, ઓઢણ.

બેય હાથની રેખાઓમાં જુદાઈના જંગલ, ઓઢણ.