કફન ખેંચનારા

admin     Kavita/ Poems of Girish Makwana    2025-08-20 02:57:52    36


થાકી ગયા છે જીવન ખેંચનારા!

ને મોંઘા થયા છે કફન વેચનારા!


ઝડપથી જશે કે ધીમે કાફલા પણ,

હશે એની પાછળ સતત શોષનારા!


રણકતા એ ધાતુના સિક્કાને ખાતર,

હજી પણ હશે તે કબર ચૂંથનારા!


ગરીબોના શબ પર રચી દઈને પાયા,

હજુ પણ તે ઊંચા વધે છે મિનારા!


વહેવારમાં પણ વિતાડે છે એવા,

સવારથી સોયે સંબંધ સાંધનારા!


જીવનમાં નજર એક નાખી તો જોયું,

મળ્યા એકઠા સૌ કફન ખેંચનારા!