admin Kavita/ Poems of Girish Makwana 2025-08-21 00:13:05 37
તમે મોગરો ભર્યો ભર્યો થઈ મ્હેંક્યા ખેતર શેઢે,
જુદા પડયાના દિવસ ગણતાં અમે આંગળી વેઢે.
તમે મોરનો ટહુકો બની શ્વાસોમાં પડઘાયાં,
અમે ગગનનો રંગ ઘૂંટતા આંખોમાં ઉભરાયા.
ખૂટી ગયા છે કંકર ગણતાં —
તમે ગયાં તે કેડે... તમે.
તમે શ્રાવણ મહીને મેઘધનુષ્ય બની અંકાયાં,
અમે વાડને વેલે વેલે ઝાકળ થઈ પથરાયા.
ઉઝરડાતા અમે કાંટયમાં —
તમે આભને છેડે... તમે.
No comments found.