admin Kavita/ Poems of Girish Makwana 2025-08-21 00:44:15 33
પ્રભુ અંકે લેજે, તુજ નિકટ જે બાળ આવ્યો.
પ્રતાપી, દૈવીને, ધીર અડગ, ગર્વો સમંદર
વહાયો પ્રીતિભરે, કંઈક રત્નોથી સભર થઈ
અને રત્નો કેરી, કંઈક ઘૂંટીએ મૂકી ગયો
વિસામો દેતોએ, નિજ ઘટા નીચે વૃક્ષ જેમ
વિદેશીને દેશી, સહુ જ સરખા પામ્યા છે
શીળો વિસામો ત્યાં, હરખ થકી રાચ્યા બહુબહુ
અરે! ત્યાં તો તારા ગૃહને પડી શું ખોટ કે તે
ઉખેડી નાંખ્યું એ જગત-દ્રુમ મૃત્યુ લહેરથી,
પરંતુ મૃત્યુને જીતી લીધું એણે — અમર ઉરઉરમાં વિરાજી.
No comments found.