admin Kavita/ Poems of Girish Makwana 2025-08-21 00:46:20 33
આતંક છવાયો છે આખા નગરમાં,
ઈશ્વરલ્લાને ઈસુ ઘવાયા છે આખા નગરમાં.
ઈશ્વરને અલ્લાને ઈસુના ડુસકાં —
પડઘાય છે હજી આખા નગરમાં.
સળગતાં ઘરોને ધુમાતાં જ ખંડેર,
બુલેટોના ટહુકાઓ આખા નગરમાં.
સુમસામ ગલીઓ ને રસ્તાઓ સુના,
કણસાય છે પોળો આખા નગરમાં.
કણસાય છે પોળો આખા નગરમાં.
ઈન્સાનીયત લોહીલુહાણ થઈ ગઈ,
જીવાડો જીવી જાય આખા નગરમાં.
ન હિંદુ, ન મુસ્લિમ, ન ખ્રિસ્તી મરે છે,
મરે છે તો ઈશ્વરલ્લાને ઈસુ નગરમાં.
બહુ થયું — હવે પગલાં પાછા ભરો કે,
જીવી જાય ઈશ્વરલ્લા ને ઈસુ નગરમાં.
No comments found.