અનામતોની રેખાઓ

admin     Kavita/ Poems of Girish Makwana    2025-08-21 00:49:08    42


સદીઓથી સાંપડી છે દુઃખ-દર્દની અનામત,

અન્યાયની અનામત, ધિક્કારની અનામત.


બદલાઈ છે હજી ક્યાં હાથની આ રેખાઓ,

અશ્રુના ડુસકાંની રેખા હજી અનામત.


આવ્યો છે કાળઝાળ ઉનાળાનો અંત ક્યાં?

આવ્યા છીએ લખાવી દુર્ભાગ્યનું અનામત.


ઉગ્યો હતો સવારમાં સૂરજ જરાક ત્યાં,

વાદળમાં ગોટમોટ લીધો અંધારની અનામત.


બે-પાંચ ટકાની જ સહાનુભૂતિ પછી,

સો-સો ટકાની આપણે અપમાનની અનામત.