admin Kavita/ Poems of Girish Makwana 2025-08-21 03:44:36 27
વિખરાઈને પડેલ મારા અસ્તિત્વના કણે કણને
ચણી જાય છે સમયનું આરસ.
ભૂરા આકાશની આંખોમાં બંધાય છે
મારા સ્વપ્રોના વરસ્યા વિનાનાં વાદળો.
હું પીડાતો નથી.
ના, ના — ક્યારેક પીડાઉં છું,
પણ ન પીડાવાનો ઢોંગ કરતો
હું હાસ્યના બખ્રરમાં
કોઈકની આંખોથી વિંધાયા વિનાનો
રહી શકીશ ખરો?
No comments found.