મોનાલિસા

admin     Kavita/ Poems of Girish Makwana    2025-08-22 20:11:09    29


મોનાલિસાના હોઠ ઉપર વણલખ્યું,
વેદનાને ખુશીઓ બન્નેનું સરનામું મળ્યું.

ટેરવે મોનાલીસાની યાદ છે,
લુવ્રના ખંડેરનો વિષાદ છે.

સ્મિત છે, વેદનાની વાદળી,
કે પછી એ બેઉનો સંવાદ છે?