admin Kavita/ Poems of Girish Makwana 2025-08-23 02:21:29 26
આંખ્યુંમાં ઘેરાણી સગપણની વાદળિયું અડક્યાના મોર સખી મહેકે,
હોવાની યમુનામાં ડોકિયું કર્યું કે, એક ભીનોકચ પડછાયો મહેંક.
ટેરવામાં સળવળતું નામ હું તો ચિતરૂં ત્યાં ભીત્યું આ મોગરાનું વન,
કાલ્ય સુધી ઝુરવાના સુરજ ધખતાંતા, ભીની નજરું વરસ્યાના હવે દન્ન,
કહેણ આંખ્યુંના કેવડિયું મહેંકે.
આંગણીયે આવ્યાનો દીવો ધરીને માંહી અક્ષરિયા અક્ષરને બાળતી,
મળવાના માંડવડે હરખ્યાની વેલ હેઠ નજરુંના ઢોલીયાઓ ઢાળતી,
મોર મળવાના ફળીયામાં મહેકે.
No comments found.