સ્નેહનો નાતો

admin     Kavita/ Poems of Girish Makwana    2025-08-23 02:42:09    21


તારે ને મારે નેણનો નાતો, હોઠ ને આપણા વેણનો નાતો.

છાનલ છપનો મોગરો મ્હોરે, અધર મલમલ કળીઓ ખોલે, સુગંધ ભર્યા સ્નેહનો નાતો...


ઘુંઘટમાં ના ગોમવી દેજે, કમખામાં ના સેરવી દેજે, મનમાં મ્હોરલ વાતો...


પવન પાલવ સાથ રમે છો, શ્વસનમાં ગીત રાસ રમે છો, સ્પંદનને ઉરની સાથ નાતો...


સાંજરે ગગન મેંદી વાટે, રાતરે ગગન કાજળ વાટે, શૃંગાર સજવા તારે આ તો...