admin Kavita/ Poems of Girish Makwana 2025-08-23 02:44:57 25
આંખને જોયું ગમે જોયા કરે,
શબ્દની નકશી પછી કોર્યા કરે.
કાપના પડતાં ઉપડતાં જાય તે,
સર્વ પગલે જાતને ખોયા કરે.
ચાર બાજુની દિશા ઘનશ્યામ તે,
આંખ વરસી આભની ધોયા કરે.
વિતી ગયેલા સૌ પ્રસંગોની હવે,
પીઠને શું કામ એ ઠોલ્યા કરે?
બે ચાર ઘડીઓનો જ છે પ્રસંગ પણ,
જીવાડવાને દીર્ધ જલ ટહોયા કરે.
No comments found.