admin Kavita/ Poems of Girish Makwana 2025-08-23 02:47:34 33
રિક્ત થઈ કણસ્યા કરે છે ઓરડો,
બોજિલ શ્વાસોમાં તરે છે ઓરડો.
મીહાબત્તીની બુઝાતી જ્યોતથી,
પીળી વ્યથા પીધાં કરે છે ઓરડો.
તારું જ્યું ને ઉગ્યું આ મૌનનું,
એકાંતમાં આહો ભરે છે ઓરડો.
ઓઢી ભીંતોને ઊંઘવા ઈચ્છે છતાં,
પડ્યાં ઘસિ જગ્યા કરે છે ઓરડો.
No comments found.