admin Kavita/ Poems of Girish Makwana 2025-08-23 02:50:47 30
હાથમાં થી છૂટેલાં તીર છીએ આપણે,
ને નદીયુંથી વહી ગયાં નીર છીએ આપણે.
આપણાં તો આપણામાં મોહી પડ્યાને તોય,
લ્હેરાતા જળની લકીર છીએ આપણે.
સાત સાત સૂરજના દેશ થકી,
દેશવટો પામીને આવ્યા પરદેશ.
એક જ આ સૂરજની છાંય તળે હવ્વે તો,
થોડી રાત્યુંન્ન ઝાઝાવેશ.
આડબીડ જંગલમાં કેડી વન્યાના,
કોઈ હિજરાતા મીર છીએ આપણે.
No comments found.