વિદાય

admin     Kavita/ Poems of Girish Makwana    2025-08-23 02:51:32    30


રમ્ય, ભવ્ય પ્રાંગણે ને ચારુ તવ ચરણે

અમે બેઠાં બધાં ને સ્નેહભીના અંકમાં ખેલ્યાં અને કુદ્યાં અમે,

ને સાથ સાથે જ્ઞાનનાં વારિય તેં સિંચ્યાં ખરે!

સહવાસ એ ભૂલાય શેં?

જ્યાં તેં બધાંના ઉરને જોડી દીધાં છે,

સ્નેહાકેરી સાંકળે.

ને વિદાયે આજ વસમી, કંઈક આનંદ — કંઈક ગમગીની તણાં

ઉદગાર અંતરથી સરે!

ને વિદાયે, સ્નેહનાં સુમન તણો અભિષેક કરીએ!

એ સહુ સ્વીકાર જે ને પ્રેમથી નમીએ તને!