દરજણ

admin     Kavita/ Poems of Girish Makwana    2025-08-23 02:52:20    28


ભર્યા કરૂં છું બખિયા દરજણ,

યાદોના હૈયામાં દરજણ.

તારા કમખે ભરત કરૂં ત્યાં,

ડસે મોરના ટહુકા દરજણ.

સાગ ઢોલિયે ચાદર કણસે,

હવે આપયું ધરવટ દરજણ.

તમે નથી ની સોય કારમી,

હજી ટેરવે ડંખે દરજણ.

કાતરની બે પાંખ્યું વચમાં,

રહરહ રૂવે રત્યું દરજણ.